સાંકોડમાં વિદ્યાર્થીઓ સન્માિનત કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંકોડમાં વિદ્યાર્થીઓ સન્માિનત કરાયા

બાવળા તાલુકાના સાંકોડગામની પ્રાથમિક શાળામાં જય માંધાતા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા. ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 8માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને જય માંધાતા યુવા સંગઠન દ્વારા મેડલ, શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે શાળા આચાર્ય દીપ્તીબેન પટેલ, જિલ્લા કોંગ્રેસ આઇટી સેલ મહામંત્રી વિષ્ણુભાઇ કો.પટેલ, બાવળા યુથ કોંગ્રેસના મંત્રી બાબુભાઇ કો.પટેલ, જય માંધાતા ગ્રુપના યુવા પ્રમુખ અર્જુનભાઇ કો.પટેલ, શાળાના શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટીસંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડયુ હતુ.}ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...