તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા, રાણપુરની શાળાઓમાં પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંશૈક્ષણિક વર્ષ શરૂ થતાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ત્રણ દિવસ માટે કરવામાં આવે છે. બાવળા તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. પહેલા દિવસે તાલુકાની રાણેસર અને બાપુપુરા શાળામાં બાવળાના મામલતદાર એ.જી. સોલંકીએ આંગણવાડીના બાળકો અને પહેલા ધોરણમાં પ્રવેશ પાત્ર બાળકોને કુમ કુમ તિલક કરી પ્રવેશ અપાવ્યો હતો.

રાશમ પ્રા.શાળામાં જિ.પંચાયતના સદસ્ય જીતેન્દ્રસિંહ વાઘેલા, તા.પં.ના વિરોધ પક્ષના નેતા ચેતનસિંહ ગોહીલ બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો. રજોડા પ્રા.શાળામાં તા. શિક્ષણાધિકારી બળવંતસિંહ ગોહીલ, ચેતનસિંહ ગોહીલ, ભાજપના અગ્રણી કીરીટસિંહ ગોહીલે બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

સરપંચ બળવંતસિંહ ચાવડા, સંજયભાઇ ચુનારા તરફથી પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

રાણપુર:તાલુકાના કેરીયા ગામે મત્સ્યોદ્યોગ કમિશ્નર મોહંમદ સાહિદ તેમજ પ્રાંતઅધિકારી જયશ્રીબેન જરૂ ની ઉપસ્થિતીમાં નાગનેશ ગામની પ્રાથમીક શાળામા ધોરણ માં પ્રવેશ મેળવતા ભુલકઓને કૂમકૂમ તિલક કરી દાતાઓ દ્વારા આપવામાં આવેલ દફતર, રમકડા આપી શાળામા પ્રવેશ આપ્યો હતો તેમજ કન્યા કેળવણી અંતર્ગત ગામની દરેક બાળાઓ ઉચ્ચઅભ્યાસ કરે તે માટે ધોરણ મા પ્રવેશ મેળવતી બાળાઓને મહાનુભવો દ્વારા સાયકલ આપી પ્રવેશ આપવામા આવ્યો હતો. કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ, રાજકિય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

બાવળા,રાણપુરની શાળાઓમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.તસવીર-ભરતસિંહ ઝાલા,કેતનસિંહ પરમાર

અધિકારીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતીમા ભુલકાઓને તિલક કરી પ્રવેશ અપાયો

અન્ય સમાચારો પણ છે...