તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલદાણા- દહેગામડા વચ્ચે બે કાર સામસામે ટકરાઇ, ત્રણને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાના નળસરોવર રોડ ઉપર આવેલા બલદાણા - દહેગામડા વચ્ચે સવારે બે કાર સામસામે ટકરાઇ હતી. જેમાં અમદાવાદનો પ્રજાપતિ સમાજનો પરીવાર ઝાંપ ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી કાર કોઈ અગમ્ય કારણસર સામસામે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. જેથી બંને ગાડીઓનો ડાઈવર સાઇડનો ભુકકો બોલી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં કુલ ત્રણથી ચાર વ્યકિતઓને ઈજાઓ થતાં તમામને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની કોઈ ફરીયાદ થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...