આંકલાવમાં આવાસની સહાય ખોટા લાભાર્થીને મંજૂર કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેને લઇ તાત્કાલિક ધોરણે આંકલાવ ટીડીઓએ સહાય રોકી તપાસના આદેશ આપ્યા છે.

જોષીકુવા ગામના રહેવાસી ચતુર રોહિતે આંકલાવ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે, જોષીકુવા ગામમાં રહેતા અશોકભાઈ રોહિતનું પાકા ચણતરવાળુ મકાન હોવા છતાં તેઓએ મકાન માટે સહાય મેળવી છે. લેખિતમાં મળેલી રજૂઆતને પગલે તાત્કાલિક ધોરણે આંકલાવ તાલુકા વિકાસ અધિકારી બી બી ઠાકરે સહાય રોકી તપાસના આદેશ આપ્યા છે. રાજકીય વગનો ઉપયોગ કરાયાનો આક્ષેપ છે.

અન્ય સમાચારો પણ છે...