તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Anklav
 • આંકલાવ તાલુકા પંચાયતની બજેટ બેઠક વિપક્ષ વગર મંજૂર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવ તાલુકા પંચાયતની બજેટ બેઠક વિપક્ષ વગર મંજૂર કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંકલાવતાલુકા પંચાયતમાં શનિવારે બજેટ મંજુર કરાયું હતું. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ મોડા આવતાં ભાજપના વિપક્ષના તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું. જેથી વિપક્ષની ગેરહાજરીમાં બજેટ મંજુર કરાયું હતું.

અંગે વિપક્ષ નેતા રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમને ત્રણ વાગે બજેટની બેઠકમાં આવવા માટે લેખીતમાં જાણ કરવામાં આવી હતી. જેથી અમારા તમામ સભ્યો સમયસર હાજર થઇ ગયાં હતાં. જેમાં 3-30 વાગ્યા થવા છતાં પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી આવ્યાં નહતાં. જ્યારે નાયબ ટીડીઓએ આવીને હજુ અડધો કલાક રાહ જોવા જણાવ્યું હતું. આથી તમામ વિપક્ષ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2017-18ના વર્ષનું અસલ અંદાજપત્રકમાં કુલ 78.78 લાખની સામે રૂા.63.98 લાખ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે વિકાસ કામો માટે 26.34 લાખ, શિક્ષણક્ષેત્રે 15.25 લાખ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે 1.30 લાખની જોગવાઇ તથા 10.80 લાખની પુરાંત દર્શાવવામાં આવી છે.

^‘પ્રમુખ મોડા આવતાં વિપક્ષ સભ્યો મિટિંગ છોડી જતાં રહ્યાં હતાં. જોકે તેઓએ સહી પણ કરી અને ભથ્થુ પણ સ્વીકાર્યું છે. આમ પ્રમુખ મોડા આવતાં વિપક્ષના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.’ > આર.એલ.ચૌહાણ, તાલુકાવિકાસ અધિકારી, આંકલાવ.

રસ્તામાંગાડી બગડી જતાં મોડું થઇ ગયું હતું

^‘મિટિંગમાં10થી 15 મિનિટ મોડું થયું હતું. કારણ કે ઘરેથી આવતા રસ્તામાં ગાડી બગડી ગઇ હતી. જેથી બીજી ગાડી મંગાવીને આવવું પડ્યું હતું.’> ઉષાબહેનમનુભાઈ પઢિયાર, પ્રમુખ,તા. પં. આંકલાવ.

84લાખની સામે 37.99 લાખનો ખર્ચ દર્શાવાયો

આંકલાવતાલુકા પંચાયતના બજેટમાં 2016-17ના વર્ષનું સુધારેલુ અને 2017-18નુ અસલ અંદાજપત્રમાં કુલ 84.27 લાખની આવક સામે 37.99 લાખ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

પ્રમુખ મોડા આ‌વતા સભ્યો જતા રહ્યા હતા

પ્રમુખ અને TDO મોડા આવતાં નારાજ વિપક્ષે વોકઆઉટ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો