• Home
  • Madhya Gujarat
  • Anand District
  • Anklav
  • Anklav - મહિસાગર નદીના તટે અભોલના પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મહિસાગર નદીના તટે અભોલના પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત

યુવકના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઈલ પરથી પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:06 AM
Anklav - મહિસાગર નદીના તટે અભોલના પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત
આંકલાવના ગંભીરા બ્રિજ નીચે મહીસાગર નદીના તટે અજાણ્યા પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે યુવકના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઈલના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બંને જણા પાદરા ગામના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું.

મહીસાગર નદી કિનારે ઝાડ પર દુપટ્ટાથી બે યુવક-યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દીધું હોવાની વાત વાયુવેગે આંકલાવ પંથકમાં ફેલાતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પાદરા પોલીસ મથકની હદ લાગતી હોઈ સમગ્ર બનાવની જાણ પાદરા પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઈલ પરથી પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક બંને જણા પાદરા તાલુકાના અભોલ ગામના રહેવાસી હોવાનું ખૂલ્યું છે. યુવકનું નામ મંગળભાઈ અને યુવતીનું નામ સીતાબેન હોવાનું ખૂલ્યું છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે.

X
Anklav - મહિસાગર નદીના તટે અભોલના પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App