તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકલાવ પંથકમાં પશુઓના ભેલાણથી ખેડૂતો પાયમાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવના બજારોમાં રખડતાં પશુઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. શાળા કોલેજ જતાં વિદ્યાર્થીઓને પણ મુશકેલીનો સામનો કરવો પડે છે. પશુઓ અડફેટે ચઢાવતા હોવાના બનાવો પણ બને છે. પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ અંગે સ્થાનિકોઅે જણાવ્યુ હતું કે,આંકલાવ બજારમાં અને આસોદર ઉમેટા ગંભીર વગેરે જેવા ગામોમાં ટ્રાફિક અને અવરજવરમાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.આ પશુઓ ઘણીવાર બજાર વચ્ચે લડતા હોય છે.

કયારેક રસ્તેથી જતાં રાહદારીને અડફેટમાં લઇને ઇજાઓ પહોંચાડે છે. સાથે સાથે આજુબાજુના ખેતરમાં ભેલાણ પણ કરે છે. આવી રજૂઆત અગાઉ પંચાયત, પોલીસ સ્ટેશન, આંકલાવ મામલતદારને કરી છે. પરંતુ પશુપાલકો નિયમોને એળે મૂકી ગાયોને રસ્તા પર છૂટી મૂકી દે છે. જેથી પશુપાલકોની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પ્રબળ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...