• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anklav
  • વેરો નહીં ભરનાર સાવધાન| એક કરોડથી વધુ વેરો બાકી હોવાથી 700 નોટીસ બજાવવામાં આવતા રહીશોમાં ફફડાટ ફેલ

વેરો નહીં ભરનાર સાવધાન| એક કરોડથી વધુ વેરો બાકી હોવાથી 700 નોટીસ બજાવવામાં આવતા રહીશોમાં ફફડાટ ફેલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ નગરપાલિકાના પાલિકા હસ્તક તમામ મિલકતોનો છેલ્લા કેટલાય સમયથી વેરો ભરતા હોવાથી એક કરોડથી પણ વધુ વેરો બાકી પડે છે.જેથી 700 મિલકતધારકોની નોટીસ બજાવવામાં આવી છે.વેરો ભરનાર મિલકતધારકોની મિલકતનો 15 માર્ચથી પાલિકા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આંકલાવ શહેરમાં મકાન,ગોડાઉન,કોમ્પલેક્ષ અને અન્ય મિલકત ધરાવતાં મિલકતધારકો ઘણા સમયથી પાલિકાનો વેરો ભરતા નથી.જેથી પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ છે.તેને ધ્યાનમાં લઇ ચીફ ઓફિસર બાબરભાઇ વસાવાએ 700 નોટીસ મિલકતધારકોને બજાવી છે.તેમ છતાં પણ મિલકતધારકો પાલિકાની નોટીસને ધોઇને પી ગયા હોય તેમ વેરા ભરવામાં ઠાગા ઠૈયા કરી રહ્યાં છે. જેથી નગરપાલિકા ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. તેને ધ્યાને લઇને નગરપાલિકાના ચીફ ઓફિસરો લાલ આંખ કરી છે. જેના પરિણામે બુધવારના રોજ આંકલાવ નગરપાલિકાના સ્ટાફની મિટિંગ બોલાવવામાં આવી હતી.

જેમાં ચીફ ઓફિસરો વેરો નહીં ભરનાર મિલકતધારકોની મિલકતને સીલ મારવા માટે 15 માર્ચએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.આ બાબતની જાણકારી શહેરમાં પ્રસરી જતાં મિલકત વેરો ભરનાર લોકોમાં ફફ઼ડાટ વ્યાપી ગયો છે.

^‘15 માર્ચ પહેલા વેરો ભરનારનું લીસ્ટ બનાવવામાં આવશે.જેમાં શહેરમાં કાયદાનો દાખલો બેસાડવા,રાજકારણીઓ,મોટામાથા અને માથાભારે તત્વોની મિલકત પર પહેલા સીલ મારવા માટે તૈયારી કરવામાં આવશે, જેથી શહેરના મોટા માથાની મિલકતો સીલ કરવાથી લોકોમાં કાયદા પ્રત્યે સભાનતાં આવશે.> બાબરભાઇવસાવા, ચીફઓફિસર

દાખલો બેસાડવા માટે મિલકત સીલ કરાશે

આંકલાવમાં વેરો નહીં ભરનારની મિલકતો સીલ કરશે

અન્ય સમાચારો પણ છે...