નવાખલ ઇન્દીરા કોલોનીની આંગણવાડી પાસે ભારે ગંદકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાખલઇન્દીરા કોલાની પાસે આવેલ આંગણવાડી પાસે અસહય ગંદકીના કારણે બાળકો સ્વાસ્થ જોખમમાં મુકાયું છે. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા સફાઇ માટેની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

નવાખલ ઇન્દિરા નગરી વિસ્તારમાં છેલ્લાં ગણા સમયથી આંગણવાડીની આજુબાજુમાં દુર્ગંધ વાળું પાણી ભરાઈ રહેવાથી કાદવ કીચડ તથા દુર્ગંધ થી સ્થાનિકો રોસે ભરાયા હતા જેથી તંત્ર ને જાણ કરી હતી છતાં કોઈ પણ પ્રકારની કર્યવાહી આજદિન સુધી હાથ ધરવામાં આવી નથી બાળકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાથી રોગચાળો વિકરે તેવી ભીતી જોવા મળી છે જેથી બાળકોના આરોગ્યને લઇ મોટી સમસ્યા સર્જાય તે તંત્રએ જોવાનું રહ્યું

ગંદકીથી રોગચાળાની દહેશત

અન્ય સમાચારો પણ છે...