તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયું હતું. તાલુકામાં સૂર્યમુખીની પેનલ વિજેતા બની હોવા છતાં પણ જિલ્લા સંઘના મશાલ પેનલના ઉમેદવારને સૂર્યમુખીની પેનલના મહામંત્રીના ઉમેદવારને વધુ મત મળ્યાં છે. સંખેડા તાલુકામાં સૂર્યમુખીની પેનલના ઉમેદવારને 216 અને મશાલ પેનલના ઉમેદવારને 258 મત મળ્યાં છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણીમાં સંખેડા તાલુકામાંથી જ સૂર્યમુખીનું ફૂલ પેનલના ઉમેદવાર બારોટ જગદીશકુમાર ચંદુભાઇ અને મશાલ પેનલના ઉમેદવાર ઠાકર સુનિલકુમાર અરવિંદભાઇ હતા.એક જ તાલુકામાંથી મહામંત્રી પદના બે ઉમેદવારો સામસામે ઉભા હતા.તાલુકામાં સૂર્યમુખીના ફૂલની પેનલના તમામ ઉમેદવારો જીત્યા હતા.અહિયા કુલ 493નું વોટિંગ થયું હતું.493 માંથી મશાલ પેનલના ઉમેદવાર સુનિલકુમાર ઠાકરને સંખેડા તાલુકામાંથી 258 મત અને સૂર્યમુખીના ફૂલની પેનલના ઉમેદવાર બારોટ જગદિશકુમાર ચંદુભાઇને 216 મત મળ્યા હતા.સંખેડા તાલુકામાં મહામંત્રી પદના ઉમેદવારને સૂર્યમુખીની પેનલના ઉમેદવાર કરતા વધુ મત મળતા તાલુકામાં શિક્ષક મતદારોએ મોટાપાયે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું ફલિત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો