તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફાયરસેફ્ટીનાં સાધનોમાં લોલમલોલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાની કલેક્ટર કચેરીમાં કાર્યરત સરકારી વિવિધ કાર્યરત કચેરીમાં જ ફાયર સેફ્ટીના નામે લોલમલોલ છે. ત્યાં આગ ઓલવવાના લાલ રંગના ફાયરના બોટલ એક્સપાયર થઈ ગયા છે. તાજેતરમાં જ સુરત,વડોદરા,અમદાવાદ સહિતના શહેરમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા કેટલાય લોકોના મોત થયા છે તેમ છતાં લુણાવાડા કાલેક્ટર કચેરીમાં આગ લાગે તો આવા એકસ્ટીંગાયઝરના લાલ રંગના ડબ્બા જેવા બાટલા શોભાના ગાઠીયા જેવા સાબિત થાય તેમ છે.

લુણાવાડા ખાતે ત્રણ માળની કલેક્ટર કચેરીમાં EVM સ્ટ્રોંગ રૂમ,રેકડ રૂમ,ઇલેક્ટ્રોનિક રૂમ, નાયબ કલેક્ટર,કલેક્ટર જ્યાં બેસે તે કચેરીમાં ફાયર સેફ્ટીના નામે ધૂપ્પલ ચાલતુ હોવાનુ હવે સપાટી પર આવ્યું છે. લાલ રંગના બોટલ વર્ષ 15-12-2018માં રીફીલ કરાયેલા છે અને તેની એક્સપાયરી ડેટ પૂર્ણ થાય ત્રણ મહિનાનો સમય થયો છે. તેમાં વિવિધ કચેરીઓ કાર્યરત છે અને રોજ લોકોની ભારે ભીડ હોય છે તેમજ સ્ટાફની પણ મોટી સંખ્યા છે, પરંતુ ત્યાં બેઠેલા ભણેલા ગણેલા અધિકારીઓ ફાયર સેફટીના નામે જરાય ગંભીર હોય તેવુ લાગતુ નથી.

કચેરીનાં ફાયર ઇન્સ્ટ્રુમેન્ટની એકસપાઇરી ડેટને પૂર્ણ થયાને ત્રણ માસ વીત્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો