તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઠ ગામના સરપંચનું બે લાખનું\"સ્મશાન દિવાલ કૌભાંડ\'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા તાલુકાનાં કોઠ ગામનાં સરપંચના પુત્ર જેઓ બગોદરા પોલીસમાં નોકરી કરી રહયા છે.જે કોઠ ગામની આખી પંચાયત એક હથ્થું શાસનથી ચલાવી રહયા છે. અને અનેક કૌભાંડો આચરી રહયા છે. આ બાબત ની ફરિયાદ ફરીથી કોઠ ગામનાં ડેપ્યુટી સરપંચ અને પંચાયતના અન્ય સભ્યો તથા કોઠ ગામનાં આગેવાનો ધોળકા તાલુકા વિકાસ અધિકારી બી.બી.સાધુ સમક્ષ લેખીતમાં રજૂઆત કરી છે.

કોઠ ગામનાં શિહોરી પુરાની દિવાલ બતાવીયા વગર બે લાખનો ચેક પંચાયત માંથી સરપંચ તખીબેન કરમશી ભાઈ ભરવાડનો પુત્ર સુરેશ ભાઈ કરમસી ભાઈ ભરવાડ જે બગોદરા પોલીસમાં અધિકારી નોકરી કરી રહ્યો છે તેમ છતાંય કોઠ પંચાયતનો બધો જ વહીવટ તે ચલાવી રહ્યો છે. અને ગામનાં વિવિધ વિકાસના કામોમાં તે કમિશન અને કૌભાંડો કરી રહ્યો છે. જેમાં અગાઉ પણ કોઠ ગામના ડેપ્યુટી સરપંચ લાલજી ભાઈ પથું ભાઈ ગોહિલ તથા સભ્ય રઘુવીર સિંહ રાઠોડ તથા અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ ગોહિલે લેખિત માં ધોળકા તાલુકા વિકાસ અધિકારી બી.બી.સાધુ ને જણાવેલ કે કોઠ ગામના ગોકુલ ધામ સમશાનની દિવાલ અગાઉ 3 થી ૪ વર્ષ પેહલાં ગ્રામજનોએ સ્વ ખર્ચે ઉઠાવીને દીવાલ બનાવી હતી જયારે હાલનાં સરપંચ પુત્ર સુરેશભાઈ ભાઈએ ખોટી સહીયો કરી રૂપિયા ૨ લાખનો પંચાયત માંથી ચેક ગત તારીખોમાં ઉઠાવી લઈ ગયા છે.અને તેના નાણાં ઉપાડી લીધા છે. શિહોરી પુરા સ્મશાનમાં તો દિવાલ બનાવી ન હતી.અને બે લાખ નો ચેક લઇ લીધો અને બીજા ગોકુલ ધામ સ્મશાનમાં પણ આમ જ પંચાયતના પૈસા ખોટી રીતે ખોટી સહીઓ કરી સરપંચ પુત્ર સુરેશ ભાઈ ઉપાડી ગયા છે. આમ સરપંચ પુત્રએ આવા અનેક કૌભાંડો ગામમાં વિવિધ કામોમાં કર્યા છે. જેની યોગ્ય તપાસ કરવા ધોળકા તાલુકાના વિકાસ અધિકારી બી.બી.સાધુ ને ગ્રામજનોએ અને પંચાયત સભ્યોએ કરી હતી.

બી.બી.સાધુ તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત માંથી એક એન્જીનીયરોની ટીમ કોઠ ગામમાં મોકલી હતી અને બંન્ને સ્મશાનોની જાત તપાસ કરવા માટે ટીમો ગઈ હતી. જેમાં પંચાયતના એન્જીનીયર મનીષા બેનના જણાવ્યા મુજબ ૧) દીવાલમાં કોલમ કરેલ નથી. ૨) કોપિંગ કરેલ નથી. ૩) પ્લાન એસ્ટીમેન્ટ મુજબ પાયા નું ચણતર કરેલ નથી તથા શિહોરી પુરા સ્મશાનમાં તો દીવાલ પુરી બનાવી જ નથી અને આ ગોકુલ ધામ સ્મશાનમાં ગામ લોકોના જણાવ્યા મુજબ આ દીવાલ પણ ગ્રામજનોએ સ્વ ભંડોળ થી બનાવવામાં આવી છે. અમો આ બધોજ રિપોર્ટ ધોળકા તાલુકા વિકાસ અધિકારીને આપીશું તેમ જણાવેલ હતું.

તાલુકા વિકાસ અધિકારી બી.બી.સાધુનો સંપર્ક કરતાં જણાવેલ કે ગ્રામજનોએ બીજી વખત ગોકુલ ધામ સ્મશાનની દીવાલ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરેલ છે. જેના માટે પંચાયત નાં એન્જીનીયરોની ટીમ સ્થળ પર ગઈ હતી અને તેનો રિપોર્ટ મને આપશે પછી આ ચૂંટણી આચાર સહિંતાનાં કારણે આ બાબતની તપાસ ચૂંટણી પછી કાયદેસર જે ગુનેગાર હશે તેની ઉપર ચોક્કસ પગલાં લેવાશે.

સુરેશ ભરવાડ

ગોકુલ ધામ સ્મશાનની આકરણી કરતા સરકારી અધિકારીઓ

અન્ય સમાચારો પણ છે...