તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં પતંગ-દોરાના ભાવમાં 10 ટકાનો વધારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરમાં અંદાજે જુદી જુદી જગ્યાએ 30 જેટલી પતંગો અને દોરાઓની દુકાનો વેપારીઓ કરી છે. પરંતુ ભારે મંદીના માહોલમાં ઉત્તરાયણ પર્વને માત્ર બે દિવસ બાકી હોવા છતાં જે ઘરાકી નીકળવી જોઈએ તે જોવા નહીં મળતા વેપારીઓમાં ભારે નિરાશા વર્તાઈ રહી છે.

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પતંગ અને દોરાના ભાવોમાં માત્ર 10 ટકાનો વધારો થયો છે. ગત વર્ષ કરતા વેપારીઓએ ચાલુ વર્ષે પતંગ અને દોરાનો જથ્થો પણ ઓછો લાવ્યાં છે. કારણકે છેલ્લાં ઘણા સમયથી બજારમાં ઘરાકી નથી. જેથી વેપારીઓ ચેતી ગયા છે. ચાલુ વર્ષે બજારમાં મીડિયમ પતંગો રૂા. 80 થી 90 કોડીએ વેચાઈ રહી છે. જ્યારે મોટી પતંગોના ભાવ કોડી ના રૂા. 160 થી 200 બોલાઈ રહ્યા છે. બજારમાં જુદીજુદી રીલો પીવડાવવાની જગ્યાએ ફિરકા ગ્રાહકો વધુ માંગે છે. કારણકે એમાં અન્ય કોઈ કામગીરી કરવાની રહેતી નથી. હવે રેલનો માજો પીવડાવ્યાં પછી તેને વીંટનાર પણ કોઈ નહીં મળતા સૌ તૈયાર વસ્તુ શોધે છે. ગામડામાં નાની નાની દુકાનો ઉપર પતંગ અને તૈયાર દોરા મળતા હોય શહેર તરફથી ઘરાકીમાં મંદી જોવા મળે છે. ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ ચાલુ વર્ષે ખેતી નિષ્ફળ જતાં જોવા મળતો નથી. વર્ષોથી ધાબાઓ ઉપર લાઉડ સ્પીકરો માટેનું બુકિંગ અગાઉથી થઈ જાય છે. ડીજે બુકિંગ કરાવે તેવું પણ ફરાસખાના વેપારીઓને પૂછતાં જાણવા મળતું નથી.

હંમેશા ઉત્તરાયણ પર્વમાંતલ સીંગદાણાનું મહત્વ ઘણું હોય છે. પરંતુ બજારમાં તલ પણ હમણાં રૂા. 150 કિલો અને સીંગદાણા 100 કિલોએ મળતા ગૃહિણીઓ આ વસ્તુઓ તલ સાંકળી અને ચીકી બનાવવા માટે વિચાર ઓછો કરી રહી છે. મોંઘવારીએ તહેવારોનો આનંદ ઓછો કરી નાખ્યો છે. અત્યારે તો આકાશમાં પવન જોવા મળે છે. પરંતુ ઉત્તરાયણ પર્વના દિવસે વાયુદેવ પણ રિસાઈ જતાં ઉત્સાહમાં ફિકાસ આવી જાય છે. પતંગ અને રેલોના વેપારીઓ તા.13ના દિવસે કેવી ઘરાકી રહે છે. એના ઉપર આધાર રાખીને સૌ બેઠા છે.

છોટાઉદેપુરમાં અંદાજે જુદી જુદી જગ્યાએ પતંગની લાગેલી દુકાનો. વિવેક રાવલ

દર વર્ષ કરતા 40 ટકા માલ ઓછો લાવ્યા
છોટાઉદેપુરમાં પતંગ અને રેલોનો ધંધો કરતા વહેપારી આશિષ બારીયા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અમો મંદીનો માહોલ જોઈને પતંગ અને રેલોનો જથ્થો 40 ટકા ઓછો લાવ્યા છે ઉત્તરાયણ પર્વ નજીક હોવા છતાં અમારો માલ અડધો પણ વેચાયો નથી. આશિષ બારીયા,વેપારી

ડભોઇ પંથકમાં ઉતરાયણની ખરીદી કરવા ભારે ભીડ
ડભોઇ|ઉત્તરાયણ પર્વ 14મી જાન્યુઆરી આ દિવસે લોકો પોત પોતાના ધાબા, છપારા, અગાસી ઉપર ચઢી પતગોત્સવની ભારે ઉત્સાહ અને ઉમંગ ભેર ઉજવણી કરવાનાં મુડમાં છે. ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી ડભોઇ નગરની વિવિધ જગ્યાઓ ઉપર પતગોત્સવની તૈયારીઓમાં લોકો દોરી સુતાવવા માટે ભારે ઘસારો શરૂ થઇ ગયો છે. નગરમાં જામેલી પતંગો દોરાની દુકાનો હોય કે સુતામણ માટે લાગેલા ચરખાઓ જે ડભોઇના દયારામનગર, લાલબજાર, રાધેકોમ્પ્લેક્ષ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમા ઉતરાયણ પર્વની દબદબા ભેર ઉજવણી કરવા દોરા સુતાવવા માટે લોકો ઉમટી છે. આ પ્રસંગે ડભોઇ નગરના એપીએમસી મેદાન, રાધે કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમા પતંગો તેમજ દોરા માટેની હાટડીઓ પણ મંડાઇ ગઇ છે.

પાનવડ પંથકમાં લોકોમાં પર્વ ઉજવવા ભારે થનગનાટ
ઉતરાયણ પર્વ તમામની પરિભાષા માત્ર અને માત્ર મસ્તી ઉલ્લાસની હળવાશ ભરી પળો પરીવાર સાથે માણવાની એ જ છે. ગુજરાતીઓ ઉત્સવો ઉજવણી કરવા માટે દુનિયા ભરમાં નામના ધરાવે છે. એજ ગુજરાતીઓ ની આગવી ઓળખ છે.ત્યારે પાનવડ પંથકમાં ઉતરાયણ પર્વને માણવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો