તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા | ખેડા તાલુકાના રઢુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્ષય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા | ખેડા તાલુકાના રઢુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્ષય રોગ નિવારણ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું. ક્ષય રોગ નિવારણ માટે એક સુસજજ મેડિકલ વાન ખેડા જિલ્લાને ફાળવાઈ છે. જે જિલ્લામાં રોકાશે અને આ વાનમાં રહેલા અદ્યતન સાધનો દ્વારા ગળફાનું નિદાન કરાશે. રૂ.ચાર હજારમાં થતું નિદાન બિલકુલ નિ:શુલ્ક કરાશે. આ વાન સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે. આ વાનને જિલ્લામાં આવકાર અને પ્રસ્થાન કરાવવાનો એક કાર્યક્રમ રઢુ ખાતે યોજાયો હતો. જેમાં ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલના હસ્તે વાનને પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.બી. કાપડિયા, આરોગ્ય અધિકારી ડો. વાય.એ. પઠાણ, પ્રા. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્ષમાબહેન પટેલ, ગામના સરપંચ ગંગાબહેન મગનભાઈ પરમાર વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો