તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ નેશનલ એથ્લેટિક્સ સ્પર્ધાનો સિલેક્શન ટ્રાયલ 29 સપ્ટેમ્બરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : જિલ્લાની ઇન્ટર ડિસ્ટ્રીક્ટ નેશનલ એથ્લેટીક્સ સ્પર્ધાનો સિલેક્શન ટ્રાયલનું તા. 29/9/2019ના રોજ સવારે 8 વાગ્યે રમત-ગમત સંકુલ, મરીડા ભાગોળ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે આયોજન કરાયું છે. જેમાં 14 વર્ષ સુધીના ભાઇઓ-બહેનો માટે 100 મીટર, 600 મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક તથા ચક્ર ફેંક માટે ટ્રાયલ લેવાશે. તેમજ 16 વર્ષના ભાઇઓ-બહેનો માટે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 1000 મીટર તથા 100 વિધિ દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક તથા બરફી ફેંક જેવી બધી રમતોનું સિલેક્શન ટ્રાયલ લેવાશે. આ રમતોમાં 12થી 14 વર્ષના ગૃપ માટે તા. 26/11/2005થી તા. 25/11/2007 સુધીના ખેલાડીઓની પસંદગી થશે. જ્યારે 14 વર્ષથી 16 વર્ષના ગૃપ માટે તા. 26/11/2003થી તા. 25/11/2005 સુધીના ખેલાડીઓઓની પસંદથી કરાશે.

અન્ય સમાચારો પણ છે...