તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંદનપુરના તળાવ પાસે મારુતિવાન કોતરમાં ખાબકી : ચાલકનો બચાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી તાલુકાના કુંદનપુર ગામના તળાવ પાસે ટ્રકને સાઈડ આપવા જતાં મારૂતીવાન રોડની બાજુમાં આવેલા કોતરમાં ખાબકી હતી. જોકે મારૂતીવાન ચાલકને ઓછીવતી ઈજાઓ થતાં તેનો આબાદ બચાવ થયો હતો.

ચલામલી ગામના મારૂતીવાન ચાલક બપોરના સમયે બોડેલીથી ચલામલી તરફ આવી રહ્યો હતો. ત્યારે કુંદનપુર ગામના તળાવ પાસે ચલામલી તરફથી પૂરઝડપે આવતી ટ્રકને સાઈડ આપવા જતાં બેકાબૂ બનેલી મારૂતીવાન રોડની બાજુમાં આવેલા કોતરમાં પલ્ટી ગઈ હતી. જોકે ચાલકનો બચાવ થયો હતો. ચલામલીથી વડાતલાવ વચ્ચે રસ્તો લેવલ વિનાનો થવાથી આવા અકસ્માતો અવારનવાર થાય છે. સાથે સાથે રસ્તાની આજુબાજુ ઝાડી-ઝાંખરા ચોમાસા દરમિયાન ઉગી જતાં તેની સાફ સફાઈ તંત્ર દ્વારા ન થતાં અકસ્માત થયા કરે છે.ચલામલીથી વડાતલાવ વચ્ચેના માર્ગોની બંને તરફ ઝાડી-ઝાંખરાંની સાફ સફાઈ કરવામાં આવે તો આવા અકસ્માત અધિકારીઓ ટાળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો