ધોળકા નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કૌશિકભાઇ અર્જુનભાઇ પરમારને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કૌશિકભાઇ અર્જુનભાઇ પરમારને શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી એ છટકુ ગોઠવીને ૪૦,૦૦૦ની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીને નગરપાલિકા દ્વારા મળેલા વર્ક ઓર્ડર મુજબ તેઓએ તે કામ પુર્ણ કરી આપ્યું હતું. પરંતુ નગરપાલિકા દ્વારા આ કામના બીલ પાસ થતા ન હતાં. આથી કૌશિકભાઇએ ફરીયાદી સાથે સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા બીલો પાસ કરાવી દઊ પરંતુ મને 40.000 આપવા પડશે. આથી ફરિયાદી નાણાં આપવા માગતા ન હતાં. ભષ્ટાચાર કરવા માંગતા ન હતાં આથી ફરીયાદીએ અમદાવાદ ગ્રામ્ય એ.સી.બીને આ હકીકત જણાવી હતી. આથી અમદાવાદ ગ્રામ્ય એ.સી.બીના અધિકારી વી.જે.જાડેજા દ્વારા આરોપીને રંગેહાથ ઝડપવાનું છટકુ ગોઠવવામાં આવ્યું હતુ. શુક્રવારે ગોઠવેલા છટકા મુજબ આરોપી કૌશિકભાઇ ફરિયાદી પાસે રૂ. 40.000 લેતાં અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં અને આગળની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...