તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનગીર-ઇન્દ્રાલ ગામે રણછોડજી મંદિરે કાર્તિકી પૂનમે ભક્તો ઉમટ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે આવેલા પ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે આજે મંગળવારે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શાનાર્થે ઉમટ્યાં હતા. અનેક શ્રદ્ધાળુ આસપાસના ગામોમાંથી અહિયા ચાલતા આવ્યાં હતા. દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો અત્રે યોજાયાં હતા. રણછોડજીના આકર્ષક પ્રતિમાના કારણે આ વિસ્તારમાં આ મંદિર મિનિ ડાકોર તરીકે પણ ઓળખાય છે.

સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રાજા રણછોડજીનું આશરે 300 વર્ષ જૂનું મંદિર આ વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહિયા બિરાજતિ રાજા રણછોડજીનીપ્રતિમા ડાકોર અને દ્વારકામાં બિરાજતા ઠાકોરજી કરતા પણ ઊંચી છે. સોનગીર-ઇન્દ્રાલ ગામમાં રણછોડજી મંદિરના કારણે મિનિ ડાકોર તરીકે આ વિસ્તારમાં ઓળખાય છે.સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રણછોડજીનું મંદિર આવેલું છે. આ મંદિરના શિખર ઉપર શ્વેત રંગની ધર્મધજા બારેમાસ ફરકતી રહે છે. લગભગ ત્રણસો વર્ષ અગાઉ રણછોડજીની પ્રતિમા એક ઝૂંપડા જેવા ઘરમાં બિરાજતી હતી. પરંતુ ત્યાર બાદ અહીં નજીકના રેલ્વે સ્ટેશનમા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જોશીજીએ અહીં આ મંદિર બનાવ્યું હતું. આમ તો બારેય માસ અત્રે ભક્તો દર્શાનાર્થે ઉમટે છે.પણ ખાસ કરીને દરેક પૂનમે અને કાર્તિકિ પૂનમે તો અહિયા દર્શાનાર્થે ભક્તોની ભીડ જામે છે.

રણછોડજી મંદિરે પૂનમે ભક્તો ઉમટ્યાં. સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...