તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણ તાલુકા યુવા ભાજપા ઉપપ્રમુખના 5 દિ‘ના રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના યુવા ભાજપા ઉપ પ્રમુખ રોહન નિશાળીયાને કરજણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રોહન નિશાળીયાના પાંચ દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.

કરજણ તાલુકાના નિશાળીયા ગામનો કરજણ તાલુકા યુવા ભાજપા ઉપપ્રમુખ રોહન કાંતિભાઈ પટેલ ઉર્ફે રોહન નિશાળીયા કે જે ચોરંદા ગામની સીમમાં જમીનદાણે રાખીને ખેતી કરાવે છે. જેમાં ખેતરમાં આવેલ કૂવાની ઓરડીમાં કરજણ તાલુકાના મેથી ગામના હિતેશ ઉર્ફે સોમજીના મેળાપીપણામાં વિદેશી દારૂની પેટીઓ મૂકી હોઇ બાતમીના આધારે પોલીસે રોહન નિશાળીયાના કૂવાની ઓરડીમાંથી વિદેશી દારૂની 147 પેટીઓ કિંમત 7,05,600 કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી રોહન નિશાળીયાને પણ દબોચી લેવાયો હતો. જેમાં પોલીસે આજે રોહન નિશાળીયાને કરજણ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિદેશી દારૂમાં અન્ય કોની સંડોવણી છે તેમજ આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને કોને પહોચાડવાનો હતો. એ દિશામા તપાસ હાથ ધરી હિતેશ ઉર્ફે સમજીની સઘન શોધખોળ આદરેલ છે.

અન્ય સમાચારો પણ છે...