તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણ નગરમાં કપિરાજે આતંક મચાવી બે જણા પર હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરમાં એક કપિરાજે આતંક મચાવ્યો છે. જેમાં શનિવારે બે લોકોને પર હુમલો કર્યો હતો. જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં છેલ્લાં બે મહિનાથી એક કપિરાજ ગાડો તથા નવાબજાર વિસ્તારમાં પાણીની ટાંકી એસટી ડેપો સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં અનેક લોકો પર કપિરાજે હુમલો કરી ઇજા પહોંચાડી છે.

જ્યારે રોડ પર રખડતા કૂતરા પાછળ પણ કપિરાજ હુમલો કરીને કૂતરાને પણ દોડાવે છે. આ બાબતે મૌખિક અનેક વખત ફોરેસ્ટ ખાતામાં રજૂઆત કરવા છતાં કપિરાજને ઝડપી લેવામાં આવ્યો નથી. જ્યારે ગુરુવારે રાત્રે કરજણ એસટી ડેપોમાં વર્કશોપ ઘૂસી જઇને મિકેનિકલ ઉપર હુમલો કરતા નાસભાગ મચી જવા પામી છે. જ્યારે અન્ય એકને પણ સામાન્ય ઇજા પહોંચાડી હતી. શુક્રવારે સાંજે સ્વામિનારાયણ મંદિર પાસે જાહેર રોડ પર પસાર થતાં લોકો પર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન કપિરાજ ટાર્ગેટ બનાવતો હોય છે. આમ શુક્રવાર સાંજે સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ થઇ જવા પામ્યો હતો. વહેલીતકે કપિરાજને પકડી લેવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...