તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડારી પાસે શ્રમજીવીને અજાણ્યા વાહન ચલકે અડફેટમાં લેતા મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણ તાલુકાના કંડારી ગામના ખેડૂત અતુલભાઈ પટેલના કૂવા પર મંજૂરી કામ અર્થે લીંબાની તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુરના શ્રમજીવી પરિવાર રહે છે. જેમાં પિતા પુત્ર મંગળવારે સાંજે કૂવા પરથી કંડારી ગામમા કરિયાણાનો સામાન લેવા આવેલ અને સામાન લઈને પરત કૂવા પર જતી વખતે કંડારી ગામથી બસ સ્ટેન્ડ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે પિતાને અડફેટમાં લેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતુપર તાલુકાના લીંબાની રમેશભાઈ મૂળજીભાઈ નાયક ઉં.વ.60 તેમના પરિવાર સાથે મંજૂરી કામ અર્થે કરજણ તાલુકાના કંડારી ગામના ખેડૂત અતુલભાઈ પટેલના કૂવા પર રહે છે. જેમાં રમેશભાઈ મૂળજીભાઈ નાયક તેમજ તેમનો પુત્ર મંગળવારે રાત્રે કંડારી ગામમા કરિયાણુ લેવા ગયા હતાં અને રાત્રે 8 વાગ્યાના અરસામાં બન્ને બાપ દીકરો કરિયાણુ લઈને ખેતરે કૂવા પર જતા હતાં. ત્યારે કંડારી ગામથી એલએન્ડટી વાળાએ બનાવેલ બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે રમેશભાઈ નાયક અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો