બોડેલીનાં ચારેક યુવાનોને જામનગર પોલીસ પકડી ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાનાં એક ગામે 11 જેટલા યુવાનોએ જામનગર તરફની એક યુવતી પર ગેંગ રેપ કર્યો હોવાની વાતે જામનગર પોલીસ ફરિયાદને આધારે બોડેલી આવીને ચારેક યુવાનોને પકડી જતા બોડેલી નગરમાં રમઝાન મહિનામાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

જાણવા મળ્યા મુજબ બોડેલી નાં યુવાનો સહિત પાદરા કે જંબુસર તરફ નાં યુવાનો મળીને કુલ 11 જેટલા યુવાનો એ એક યુવતી સાથે ગેંગ રેપ કર્યોહોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે યુવતીએ ત્યાં જઈને ફરિયાદ નોંધાવી હતી. તેને આધારે બોડેલી પોલીસ મથક સામે ફ્રુટ ની લારી કરતા બે યુવાનો સહિત રજ્જાનગર નાં યુવાન ની અટક કરીને જામનગર ની કસ્ટડી માં ધકેલી દીધા હતા. યુવકનાં પિતાનું કહેવું હતું કે ખોટી રીતે ફસાયા છે, જોકે યુવાનો એ યુવતી સાથે દુષ્કર્મ કર્યું કે કેમ તેની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...