તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં ગેસના બાટલાનો કકળાટ ટાઈમે બાટલા નહીં મળતાં લોકોમાં રોષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાવળા શહેર અને તાલુકામાં સબસિડીવાળા ગેસનાં બાટલાનો કાળો કકળાટ ચાલુ થયો છે. એક મહિનાથી ગેસધારકોનો ટાઇમસર બાટલા મળતાં નથી.જેથી મહીલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગામડાવાળા અને શહેરના લોકો ગેસનો બાટલો લેવા માટે ઓફિસે અને ગોડાઉન ઉપર ચક્કર લગાવી રહ્યા છે. છંતા તેઓને બાટલા મળતાં નથી.

બાવળા શહેર અને તાલુકામાં ગેસનાં બાટલાની એક જ એજન્સી આવેલી છે. આ એજન્સીવાળા એક મહિનાથી ગેસધારકોને ટાઇમસર ગેસનાં બાટલા આપતાં નથી.અને ગ્રાહકોને ધકકા ખવડાવે છે. ગેસધારકો ઓનલાઇન પોતાનો બાટલો લેવા માટે નોંધણી કરાવે છે. અને તરત જ તેમની નોંધણી પણ થઈ જાય છે.અને કંપનીમાંથી બે-ત્રણ દિવસ પછી ગેસના બાટલાની ડીલીવરી થઈ જશે તેવો મેસેજ પણ મોકલે છે.અને તમારો બાટલાની કંપનીમાંથી ડીલીવરી થઈ ગયાનો મેસેજ પણ આવે છે.ગ્રાહકો ગેસના બાટલા માટે ઘરે રાહ જોઈને બેસી રહે છે. પણ એજન્સીવાળા બાટલો આપવા માટે આવતાં નથી.ગ્રાહકો ઓફિસે તપાસ કરવા માટે જાય છે ત્યારે તમારી સ્લીપ આવી નથી અને બાટલા પણ આવ્યા નથી તેમ કહીને ગ્રાહકોને ધકકા ખવડાવવામાં આવે છે. ઘણા ગ્રાહકોએ બે-બે વાર ઓનલાઇન નોંધણી કરાવી છે અને કંપની દ્વારા બાટલાની ડીલીવરીનો મેસેજ પણ આવી જાય છે.છતા પણ તેઓને એક પણ બાટલો મળ્યો નથી. જીતેન્દ્રભાઇએ બે મહિનાનાં બે બાટલા નોંધાવ્યા છંતા એક પણ બાટલો મળ્યો નથી. ગ્રાહકો જણાવી રહ્યા છે કે બાવળામાં 1200 રૂપિયામાં બ્લેકમાં બાટલા મળે છે. તો નોંધાયેલા બાટલા કેમ મળતાં નથી. આમ ગેસનાં બાટલાનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. આ બાબતે ઘણા ગ્રાહકોએ મામલતદારને પણ રજુઆત અને ફરીયાદ કરવામાં આવી છે.બાવળા મામલતદાર પી.એ.દેસાઇએ જણાવ્યું હતું કે મને આ બાબતની રજુઆતો મળી હતી અને મેં એજન્સીધારકને સૂચના આપી દીધી છે કે ગ્રાહકોને ટાઇમસર બાટલા પહોંચાડે.

_photocaption_બાવળામાં ગેસનો બાટલો મેળવવા લાંબી લાઇનો. - તસવીર : ભરતસિંહ ઝાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો