તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IOCL કંપની પાસે આંતિના લોકોની વળતરની માંગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાદરાના આતી ગામે આઇઓસીએલ કંપનીના અધિકારોયો સાથે મીટીંગ યોજાઈ હતી. ગામના ખેડૂતો સાથે આઇઓસીએલ કંપની દ્વારા છેતરપિંડી થયા હોવાના આક્ષેપ કર્યા હતા. અગાઉ ખેતરો માં નાખેલ પાઇપ લાઈનનું ખેતરનું યોગ્ય વળતર ન મળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

પાદરાના આંતી ગામે આઇઓસીએલ કંપનીની પાઇપ લાઈન ખેડૂતોના ખેતરમાંથી જય રહી છે. જેને લઈ આજ રોજ પાદરાના આતી ગામે આઇઓસીએલ કંપનીના અધિકારીઓ તેમજ ગામના ખેડૂતો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં આતી ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વર્ષ 2007માં ખેતરોમાંથી ગયેલી પાઇપ લાઈનનું યોગ્ય વળતર મળ્યું નથી ખેડૂતોને કંપનીના અધિકારીઓ દ્વારા આશ્વાસન આપી સારું વળતર મળશે તેમ કહી આતી ગામના ખેડૂતોને છેતર્યા હોવાનો આતી ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોના અગાઉના નાણાં પણ કંપની દ્વારા ચુકવવામાં આવ્યાં નથી. જેની રજુઆત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી ગામ ના ખેડૂતોને ન્યાય મળ્યો નથી. તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. 2007 બાદ ફરી એક વાર પાદરાના આતી ગામે આઇઓસીએલ કંપની દ્વારા પાઇપ લાઈનની કામગીરીને લઈ આજ રોજ અધિકારીઓ અને આતી ગામના ખેડૂતો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ અધિકારીઓ ને ઉગ્ર રજુઅાત કરી હતી અને જ્યાં સુધી તેઓની માગ નહીં સ્વીકારાય અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી પોતાના ખેતરોમાં કામગીરી કરવા દેવામાં નહિ આવે તેમ જણાવ્યું હતું. યોજાયેલ મીટીંગમાં સરપંચ સહિત મોટી સંખ્યા માં ખેડૂતો હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો