તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ, માંડલ અને દેત્રોજના માર્ગો રિસરફેસ કરવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકાના માર્ગોનું રિસરફેસ (રિપેરિંગ) કરવા માટે વિસ્તારના ધારાસભ્યે માર્ગ-મકાન મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય લાખાભાઈ ભરવડે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગમંત્રી નીતિનભાઈ પટેલને માર્ગ-મકાન વિભાગ હસ્તકના જૂના માર્ગનું રિસરફેસ (રિપેરિંગ) માટે લેખિતમાં રજૂઆત કરી છે. વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા માર્ગ-મકાન વિભાગ હસ્તકના માર્ગ 7 વર્ષથી રિસરફેર (રિપેરિંગ) કરવામાં આવતું નથી. માર્ગમાં ઉખલોક, ટ્રેન્ટ, નાના ઊત્તક 1.10 કિ.મી. નવી સરોવર-વિરમગામ, 26.52 કિ.મી. વિરમગામ વટવાણ-સુરેન્દ્રનગર માંગ જિલ્લાની હદ સુધી 11.60 કિ.મ.ી કરોસણ રોડ-સાદરા, ભોઘણી-12 કિ.મી. બાલસાસણ0લાયરોલી-કરોમણ રોડ--રશતલ-15.97 કિ.મી., વિરમગામ-રામપુરરા કિ.મી. 21, ઠુમ્મરખાણ-ઘેઝેરા, અમલ ગામ જોનાપુર-રેશલ-12.50 કિ.મી. કલ્યાણપુરા સથાણા-ઓગણ કાપલા રોડ-22.60 કિ.મી. સહિતના રોડના સમાવેશ થાય છે. આ તમામ માર્ગો સાત વર્ષ જૂના થવા છતાં રિપેરિંગ કરવામાં આવતું નથી. જેથી માર્ગમાં મગરની પીઠ જેવા બની ગયા છે. અગ્રતા મુજબ માર્ગનું રિપિરંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...