તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાના ચલોડા ગામ પાસેની રાય યુનિ.માં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્લોબલ ચેલેન્જીસ એન્ડ ઇનોવેશન ઇન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ પર ધોળકાના ચલોડાગામ પાસેની રાય યુનિર્વસિટીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ નિષ્ણાંતો, શિક્ષણ વિદો, સંશોધકો વિદ્વવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રો. અનિલ તોમાર (ડેપ્યુટી પ્રોવેસ્ટ- રજિસ્ટર, રાય યુનિર્વસિટી), ડો. માઇકલ લોઇસ ફલોરેસ (ફાઉન્ડેશન ગવર્નર સેંટ એન્ટોનીઝ, એકેડમી લંડન, યુ.કે.), નિલેશ દેસાઇ (વૈજ્ઞાનિક અને એસોસિએટ ડિરેકટર SAC ઇસરો, અમદાવાદ), ડો. વિરચી શાહ (ડિરેકટર, સાગા લેબોરેટરીઝ, ચેરમેન જીએસબી (ડીએમએ) ચેક રીપબ્લિકમાંથી ડો. બોહદાન લિન્ડા (ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટીકસ એન્ડ કર્વાન્ટિટેટીવ મેથડ્સ યુનિ. ઓફ પારડુબિસ), ડો. મિલોસ્લાવ હબ, કોન્ફરન્સ સેક્રેટરી પ્રો. આશિષ રામી, વિરેન્દ્રસિંઘ હાજર રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

જેમાં પ્રો. અનિલ તોમાર દ્વારા સંશોધન પત્રોના સંકલનનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. પ્રદીપ ઝાએ લોકોએ વૈશ્વિક સમસ્યાઓ અને વૈજ્ઞાનિક નાવીન્ય પર પોતાનું વ્યકતવ્ય રજુ કર્યું. નિલેશ દેસાઇએ લોક પરિવહનમાં રીમોટ સેન્સિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે માહિતી આપી.

બધા પ્રતિનિધિઓને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. પ્રો. વીરેન્દ્રસિંહ નાગોરિયા દ્વારા આભારવિધી સાથે દેશ- વિદેશમાંથી વિવિધ નિષ્ણાંતો, શિક્ષણ વિદો, સંશોધકો, વિદ્વવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલા 90 સંશોધનો પત્રોમાંથી 62 સંશોધનો પત્રો પુસ્તકો રૂપે પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો નજરે પડે છે.તસવીર-માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો