તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરા તાલુકામાં મતદાન કેન્દ્રો ઉપર મહિલા ઓબ્ઝર્વરનું નિરીક્ષણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને લઇને ઠેર ઠેકાણે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે ફતેપુરા તા.ના કેટલાક મતદાન કેન્દ્રો, બુથો, ચેક પોસ્ટો,સ્ટ્રોંગ રૂમની ઓબ્ઝર્વએ મુલાકાત લીધી હતી.

ફતેપુરા તાલુકાની મુલાકાતે આવેલ મહિલા ઓબ્ઝર્વ ડૉ.મિથરા.ટી (IAS) એ ફતેપુરાના માધવા પ્રાથમિક શાળા, ઝલઇ પ્રાથમિક શાળા, ફતેપુરા કુમાર શાળા, વડવાસ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમને પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલ મતદાન કેન્દ્રો પર સૌ પ્રથમ શૌચાલયની પાણીની સુવિધા કેવા પ્રકારની છે તેનું નિરીક્ષણ કર્યું હતું. મતદારોને પાણી, અને શૌચક્રિયા માટે અગવડતા ન ભોગવવી પડે તે માટે ઓબ્ઝર્વએ મદદનીશ ચુંટણી અધિકારી, મામલતદારને પુરતી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી. ત્યાર બાદ બુથોનુ નિરીક્ષણ કર્યુ હતું. સાથે આઇ.કે. દેસાઇ હાઈસ્કુલ ખાતે સ્ટ્રોગ રૂમની મુલાકાત લઇ તાલુકાની રાજસ્થાનને જોડતી ઘુઘસ ચેક પોસ્ટનું નિરીક્ષણ કરી વાહનોનું કરાતું ચેકીંગ, રજીસ્ટર નિભાવણીની એન્ટ્રીઓ પણ ઓબ્ઝર્વએ તપાસી હતી. ઓબ્ઝર્વની મુલાકાત પગલે એક સમય માટે આખું ચુંટણી તંત્ર એલર્ટ જોવા મળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...