તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગરમાં EVM-VVPATની જાણકારીમાં નોટાને ભુલતું તંત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભા 2019ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ચૂંટણીમાં મતદારોની જાણકારી અને જાગૃતતા લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારો તેમનો મત યોગ્ય જગ્યાએ એટલે કે મતદાન કર્યું હોય ત્યાં જ પડે છે કે કેમ તેની જાણકારી માટે આ વખતે ઇવીએમ મશીનની મતદાર પોતે આપેલ મત તે જ જગ્યાએ પડ્યો છે કે કેમ તે જોવા માટે વિવિપેટ મશીનનો ઉપયોગ થવાનો છે.

મહીસાગર જિલ્લામાં તંત્ર દ્વારા દરેક તાલુકા પંચાયત અને મામલદાર કચેરીઓ પર માર્ગદર્શન અપાય છે .ગામે ગામ ભવાઈ કરી મતદાન જાગૃતિ કરાય છે. પરંતુ મતદારને કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગે તો તે નોટાને મત આપી પોતાનો અભિપ્રાય આપી શકે તે અંગેની જાહેરાત કરવાનું તંત્ર આ ચૂંટણીમાં ભૂલી ગયાનું જણાયું છે. આ વખતે પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને નોટા અંગેની જાણકારી મળશે ખરી?

અન્ય સમાચારો પણ છે...