બાવળા તાલુકાનાં આદરોડા ગામના રહીશે ગામના વિકાસના કામોની માહિતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં આદરોડા ગામના રહીશે ગામના વિકાસના કામોની માહિતી આર.ટી.આઇ.ના કાયદા મુજબ માગી હતી.પરંતુ સમય મર્યાદા પુરી થવા છંતા અરજદારને માહિતી તલાટી દ્વારા આપવામાં આવી નથી. જેથી અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરી છે. આમ તલાટી આર.ટી.આઈ.ના કાયદાને ઘોળીને પી ગયા છે.

આદરોડા ગામના રહીશ પૃથ્વીપાલસિંહ રાઠોડે બાવળા તાલુકા વિકાસ અધિકારી પાસે 2માર્ચ 2019ના રોજ માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદા હેઠળ માહિતી માગી હતી કે, બાવળા તાલુકાના આદરોડા ગ્રામ પંચાયત દ્વારા 1 જાન્યુઆરી 2008થી 25 સપ્ટેમ્બર 2019 સુધી સરકાર દ્વારા વિકાસના કામો માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે અને ક્યાં ક્યાં કામ માટે આપવામાં આવી છે અને ક્યાં ક્યાં કામો કરવામાં આવ્યા છે.સહિતની માહિતી અરજદારને સમય મર્યાદામાં પુરી પાડવા માટે 7મી માર્ચના રોજ ટી.ડી.ઓ.એ આદરોડા ગામના તલાટીને લેખીત જાણ કરી હતી.તેમ છતા તલાટીએ સમય મર્યાદામાં માગેલી માહિતી પુરી ન પાડતાં અરજદારે માહિતી પુરી પાડવા જણાવ્યું હતું.

તેમ છતા માહિતી નહીં આપીને આર.ટી.આઇ.ના કાયદાને ઘોળીને પી ગયા છે. બે મહીના પછી 6 મેનાં રોજ તલાટીએ અરજદારને માંગેલી માહિતીના કાગળો જોવા માટે બોલાવ્યા હતાં અને કાગળો જોઈને માગેલી માહિતીના કાગળોની ઝેરોક્ષના નિયમ પ્રમાણે નાણાં ભરીને આપવા માટે કહેતાં તલાટીએ કોઈપણ ઝેરોક્ષની કોપી આપવાની ના પાડી દીધી હતી તેમ અરજદારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાગળો જોતાં વિકાસના કામોમાં મોટી ગેરરીતી જોવા મળી છે.અગાઉ પણ ગામનાં ખેડૂત પ્રવિણસિહ પઢેરીયાએ ગામના હિતેન્દ્રસિહ પઢેરીયા, મહોબતસિહ પઢેરીયા, હસુભાઇ રાઠોડ,હેમુભાઇ ચોહાણની સહીઓ સાથે પણ આર.ટી.આઈ.મુજબ માહીતી માગવામાં આવી હતી.તે પણ આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...