તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીમાં પણ રોજના 60 હજારનો ખર્ચ કરી પશુઓની દેખરેખ રખાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ જીવદયાનું મહાપર્વ પણ ગણાય છે. ત્યારે આપણા ગુજરાતમાં હાલના સમયમાં પણ વર્ષોથી કેટલીક એવી અડીખમ સંસ્થાઓ છે. જે નિ:સ્વાર્થ ભાવે ગમે તેવા કપરા સમયમાં પણ જીવદયા ધર્મ નિભાવતી આવી છે. આવી જ એક સંસ્થા છે સાણંદની “શેઠ આણંદજી કુશળચંદજી ખોડા ઢોર પાંજરા પોળ સંસ્થા”

ઈ.સ1891ની વાત છે. આશરે આજથી 100 એક વર્ષો પહેલા જયારે સમાજ શ્રેષ્ઠીઓ, નગરશેઠ, મહાજનોની બોલબાલા હતી. અને જે તે વખતે જીવદયા/ માનવ સેવા /શિક્ષણ/ દાન-પુણ્યના કામો પણ નિ:સ્વાર્થ પણે મોટા પાયે થતા. આવા એક સમાજ શ્રેષ્ઠી કે નગર શેઠની હાકલથી આખો સમાજ કે આખું નગર કોઇપણ માનવતાના કાર્ય માટે એક થઇ પડખે ઉભું રહી જતું અને આવા કાર્યોને તન-મન અને ધનથી પાર પાડતું. જે હવેના સમયમાં બહુ નહિવત જોવા મળે છે. સાણંદના આવા જ એક જૈન સમાજના શ્રેષ્ઠી ચુનીલાલ પદમશીભાઈ મહેતા જેઓએ ઈ.સ 1891માં એટલે કે 130 વર્ષ પહેલા સાણંદ ગામની ભાગોળે એસ.ટી સ્ટેન્ડ સામે જીવદયા માટે અબોલ, મૂંગા, નિરાધાર, રોગીષ્ઠ અને ત્યજાયેલા પશુઓ માટે “શેઠ આણંદજી કુશળચંદજી ખોડા ઢોર પાંજરા પોળ સંસ્થા” શરુ કરી વિશાળ જગ્યામાં ફેલાયેલી આ સંસ્થામાં સ્થાપના સમયે 100 જેટલા નિરાધાર પશુઓ હતા. જેઓની સાર, સંભાળ દેખભાળ કરવામાં આવતી, સમય જતા સંસ્થામાં ત્યજાયેલા, કતલખાને જતા બચાવેલા, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ, બિનવારસી ત્યજી દેવાયેલા પશુઓને આ સંસ્થામાં આશ્રય આપવામાં આવતો ધીરે ધીરે અહીં નિરાધાર પશુઓની સંખ્યા વધતી ગઈ હાલ અહીં 1155 નિરાધાર પશુઓની 15 લોકોના સ્ટાફ દ્વારા સુંદર દેખભાળ કરવામાં આવે છે. દેખભાળનો તથા નીરણનો દૈનિક 60 હજાર જેટલો ખર્ચ આ મોંઘવારીમાં થાય છે. આ સંસ્થામાં સાણંદના સમાજશ્રેષ્ઠીઓ, જૈનસમાજના સાધુ ભગવંતો, નામી અનામી દાતાઓનું દાન મળતું રહે છે.

અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો