તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભદ્રાલા ગામ પાસેથી દારૂ સાથે ઇન્ડીગો ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાના મંગલીયાણા ગામનો ગોપી ફળિયામાં રહેતો જનક ઉર્ફે પિન્ટુ કાભસિંહ પગી સિલ્વર કલરની ઈન્ડિગો કાર નંબર GJ 6 BA 862 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ખટકપુર ચોકડી થઇ ભદ્રાલા ગામ તરફ જવાનો છે. તેવી બાતમી એસઓજી પીઆઇ કે.પી.જાડેજા ને મળતાં એસઓજી પોલીસે ભદ્રાલા ગામ વોંચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતાં ગાડીનો ચાલક જનક પગી પોલીસને દેખીને ગાડી મુકીને નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા પાછળની ડીકીમાં અલગ - અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 15 નંગ પેટી તેમજ 15 છુટા બિયર અને 45ક્વાટરીયા જેની કિંમત રૂ.41,100/-નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા ગાડી મળીને 1.41 લાખનો પ્રોહિનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ સ્ટેશનમાં જનક પગી વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

શહેરાના ભદ્રાલા ગામ પાસેથી દારૂ સાથે ઇન્ડીગો ગાડી ઝડપાઇ.શ્યામલ પટેલ

અન્ય સમાચારો પણ છે...