તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ જપ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિરમગામ શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગેરકાયદે ધંધો એક શખ્સ કરતો હોવાની બાતમી મળતા સ્થળ પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ 300 બોટલ કિંમત રૂ 73000ની ઝડપી પાડી સફળ કામગીરી કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીને 25 ફેબ્રુઆરી એ વિરમગામના સેતવાડ પાસે આવેલ ઢાઢીવાસમા રહેતો અબ્બાસ કુરેશી નામનો શખ્સ ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળતા બાતમી મુજબ ના સ્થળ પર રેડ કરતા પોલીસને જોઇને બુટલેગર અબ્બાસ કુરેશી નાસી છૂટેલ જ્યારે સ્થળની ઝડતી લેતા ભારતીય બનાવટના ગેરકાયદે વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડેડ ૩૦૦ બોટલ મળી આવતા પંચનામું કરી બુટલેગર અબ્બાસ કુરેશી વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ગ્રામ્ય એલસીબીએ દારૂની બોટલો જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો