તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતરામપુર, લુણાવાડા, વીરપુરમાં જવેલર્સ અને ડોકટર્સને ત્યાં આવકવેરાનો સર્વે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા શહેરમાં વહેલી સવારે આયકર વિભાગે ત્રણ જગ્યાએ સર્વેની કામગીરી કરવા છાપો મારતાં ગોધરામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગોધરા શહેરમાં વ્યાજે નાણા ઘીરતી એક પેઢી, સોના ચાંદીના શોરૂમ તથા નાણા વ્યાજે ધીરધારનો ઘંઘો કરતી દુકાને આયકર વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી. મોડીસાંજ સુઘી સર્વેની કામગીરી ચાલુ રહી છે. સર્વેની કામગીરીમાં કાળું નાણું બહાર આવવાની શક્યાઓ દેખાય રહી છે. ત્યારે આયકર વિભાગની કામગરી અન્ય વેપારીઓમાં ફફડાટ પેસાડી દીઘો હતો. લુણાવાડા ખાતે બુધવારના અગીયાર વાગ્યાના સુમારે થી લુણાવાડાના બ્રાઇટ ડે સ્કુલના સંકુલમાં ઇન્ટકમટેક્ષના અધીકારીઓએ ધામા નાખ્યા હતા અમદાવાદથી આવેલા આવકવેરા અધિકારીઓ દ્વારા લુણાવાડાના બ્રાઇટ સંકુલ ખાતે આવકવેરાનો સર્વે હાથ ધરવામા આવ્યો હતો. આ લખાય છે ત્યાં સુધીમાં કેટલું કાળું નાણું ઝડપાયું તે જાહેર કરેલ નથી. પરંતુ આ બાબતે અધિકારીઓને પૂછતાં તેઓએ મૌન સેવ્યું હતું.

ઓપરેશન કેટલા દિવસ ચાલશે તે કહેવુ મુશ્કેલ છે
બુધવારે સવારે આયકર વિભાગની ટીમ દ્વારા સવારના 9 થી 10 વાગ્યાના અરસામાં શહેરામાં આવેલા અનાજના જથ્થાબંધ બે વેપારીઓ તેમજ કરીયાણાના એક વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમં ત્રણ અલગ અલગ આયકર વિભાગની ટુકડીઓ દ્વારા બંધ બારણે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બપોર બાદ પણ હિસાબ કિતાબની ગણતરી ચાલી રહી હતી. આ લખાઇ રહ્યું ત્યાં સુધીમાં કોઇ કાળુ નાણુ પકડાયુ છે કે નહી તેની પૃષ્ટી મળી ન હતી. સાથે જ આ ઓપરેશન કેટલા દિવસ ચાલશે તે કહેવુ મુશ્કેલ છે. બે અનાજના જથ્થાબંધ વેપારીઓ છે જેમાં બી.એસ.મેઘવાણી અને ડી.એસ.મેઘવાણી અને કરીયાણાના વેપારી એમ.એસ.મેઘવાણીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો