તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના માટે શેડ બનાવવામાં તંત્ર દ્વારા નિષ્ક્રિયતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મધ્યાહન ભોજન યોજના તો શરૂ કરાવાઇ પણ તેના માટે શેડ કમ સ્ટોર રૂમ બનાવવામાં તંત્ર દ્વારા નિષ્ક્રિયતા સેવાઇ રહી છે. સંખેડા તાલુકામાં આવેલી છ જેટલી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ચાર વર્ષથી મધ્યાહન ભોજન યોજના ચાલે છે.પણ તેના માટે શેડ બનાવાયા નથી.તંત્રની નિષ્ક્રિયતાના કારણે શાળાઓમાં રૂમની ઘટ પડી રહી છે. આ બાબતે તંત્ર સમક્ષ અવાર-નવાર રજૂઆતો કરાઇ છે.પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય એવી સ્થિતિ જોવા મળે છે.

સંખેડા તાલુકામાં છ જેટલી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ આવેલી છે.જેમાં સાર્વજનિક કન્યા વિદ્યાલય-સંખેડા. ડી.બી.પારેખ હાઇસ્કૂલ-સંખેડા, ડી.એસ.હાઇસ્કૂલ-બહાદરપુર, સાર્વજનિક હાઇસ્કૂલ-ભાટપુર, શારદા મંદિર હાઇસ્કૂલ-ગુંડિચા અને ધી શારદા હાઇસ્કૂલ-આનંદપુરા આ શાળાઓમાં ચારેક વર્ષથી મધ્યાહન ભોજન યોજના ચાલે છે.મધ્યાહન ભોજન યોજનાનો લાભ વિદ્યાર્થીઓ મેળવે છે.પણ આ છ શાળાઓમાં શેડ કમ સ્ટોર રૂમ બન્યા નથી.

આ શાળાઓમાં ધોરણ 6થી 8 અને ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.આ યોજના બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પણ શરૂ કરાતા ત્યાં આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ બપોરના સમયે સરકાર દ્વારા નિયત કરાયેલ મધ્યાહન ભોજન આપવામાં આવે છે.મધ્યાહન ભોજન યોજના માટેના વાસણો,ગેસના બોટલો તેમજ અનાજ રાખવા માટે સરકાર દ્વારા ...અનુસંધાન પાના નં.2

સંખેડા તાલુકામાં 6 જેટલી બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ આવેલી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો