તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડુ ગામે પોલીસ બંદોબસ્ત ન મળતા દબાણો હટાવવાની કામગીરી મુલતવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાદરા તાલુકાના વડુ ગામમાં આવેલા 112 ગેરકાયદે કેબિનો અને દબાણો દૂર કરવા માટે ગામના નાગરિક જગદીશ પ્રજાપતિએ અરજી કરી હતી અને હાઇકોર્ટે દબાણો દૂર કરવા આદેશ કર્યોં હતો. જે હુકમ પ્રમાણે ગ્રામ પંચાયતે દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતા હાલમાં દબાણો દૂર કરવાની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી. આજે કાર્યવાહી ન પગલે વડુ ગામમાં રાજકારણ ગરમાયુ હતું. ગ્રામજનો અને કેબિન ધારકો સહિત આગેવાનોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

બીજી તરફ પંચાયતનો સ્ટાફ અને તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ગ્રામ પંચાયતે આવી પહોંચ્યો હતો. પોલીસ મથકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ બંદોબસ્ત ન મળતા હાલ પૂરતું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. બીજી તરફ અરજદાર ગ્રામ પંચાયત ખાતે અરજદાર આવીને ટીડીઓ સમક્ષ દબાણો દૂર કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.

હાલ પૂરતી દબાણ હટાવવાની કામગીરી મુલતવી
હાલ CAA અને આગામી ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને શાંતિ સુલેહનો ભંગ ન થાય તેમજ પોલીસ બંદોબસ્ત ન મળવાથી તેમજ પોલીસ બદોબસ્ત માટેની રકમ નહીં ભરાતા પોલીસ બંદોબસ્ત ન મળ્યો હતો. જેથી હાલ પૂરતું દબાણ હટાવવાની કામગીરી મુલત્વી રાખવામાં આવી છે. હિતેશ ભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાદરા તાલુકા,

કેબનોથી મંદિરો અને ધર્મશાળા ઢંકાઇ જાય છે
મારી માગણી છે કે સરકારી જગ્યા ખુલી કરો નહીં તો હું આત્મ વિલોપન કરીશ. આ કેબિનોથી મંદિરો ઢંકાઈ ગયા છે. ધર્મ શાળા ચોતરો ઢંકાઈ ગયા છે. પંચાયત જાણતી નથી અને બરોબર કેબિનોના વેચાણ દસ્તાવેજ થઈ ગયા છે. હજારો રૂપિયામાં તેનું મારી પાસે સાબિતી છે.જગદીશભાઈ પ્રજાપતિ. અરજદાર, વડુ તા.પાદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો