તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલવોડ ગામે 24 યુગલોનો પ્રભુતામાં પગલાં માંડી ગૃહસ્થ જીવનનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના વાલવોડ ગામે આવેલા સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં 24 યુગલ લગ્નના તાંતણે બંધાયા હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં તમામ કન્યાઓ બોરસદ તાલુકાના અલગ અલગ ગામની રહેવાસી છે. જેમાં નજીવી રજીસ્ટ્રેશન ફી ભરીને લગ્નમાં જોડાયેલ છે. તમામ 24 યુગલોને સાકાર ગ્રુપ દ્વારા 1.25લાખ રૂપિયા સુધીના ઘરવખરીના વિવિધ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે જણાવ્યું હતું કે હું બ્રાહ્મણ છું અને 24 કન્યાઓને આશીર્વાદ આપવા આવ્યો છું. આ સમૂહ લગ્નોત્સવ વાલવોડ ખાતે આવેલ ધ એન્જોય સિટી વોટરપાર્ક ખાતે યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાકાર ગ્રુપના રાજેશભાઈ એમ ગોંડવીયા અને સ્થાનિક આગેવાન રીતેશભાઈ પટેલ અને તેમની કમિટીના તમામ સભ્યો આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઇ પટેલ (બકાભાઇ), આણંદ જીલ્લા કલેકટર દિલીપ રાણા, બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે ગામના સરપંચ સહિત સ્થાનિક રાજકારણ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં .

અન્ય સમાચારો પણ છે...