તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતેયા ગામે નવચંડીમાં વાળંદ સમાજનું મહેરામણ ઉમટ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28 જૂથ લીમ્બચીયા વાળંદ સમાજની મોતેયા લિમ્બચ માતાએ સમાજની નવચંડીમાં વાળંદ સમાજનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.

શિનોર તાલુકાના મોતેયા ગામે આવેલ 28 જૂથ લીમ્બચીયા વાળંદ સમાજની નવચંડીમાં સમાજના માંઇ ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવચંડીમાં પૂર્વ સંધ્યાએ યોજાયેલ લોક ડાયરામાં પણ માંઇભક્તો ઉમટ્યા હતા.28 જૂથ લીમ્બચીયા વાળંદ સમાજના કાનમ ચોર્યાસી, રાઇ વિભાગના વાળંદ સમાજના ચૈત્રી નવચંડી પૂર્વેની સંધ્યાએ જાણીતા લોક ગાયક જયેશ બારોટ, દિવ્યા ઠાકોરના સુરીલા કંઠે સમધુર ગીતો રજુ કર્યા હતા. આ પ્રસંગે સમાજના માંઇભક્તોએ મનનુકીને દાન આપ્યું હતું. આ પ્રસંગે અનેકાધીક સમાજીક આગેવાનો માતાજીના દર્શને પધાર્યા હતા. એકજ રાતમાં અવિરત દાન પ્રવાહથી ટ્રસ્ટીઓ આનંદમાં આવી ગયા હતા.બીજે દિવસે નવચંડીમાં પ્રથમ પાયાની સેવાનો લાભ કનુભાઇ વાળંદ પરિવારે લીધો હતો.

મોતેયામાં નવચંડીની પૂર્વે ડાયરો યોજાયો. જગદીશ વાળંદ

અન્ય સમાચારો પણ છે...