ભુરીયાકુવા ગામના ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઇ અાપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુરીયાકુવા ગામે ખેતરમાં અજાણ્યા યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બોડેલી પોલીસે લાશ કબ્જે કરી કાર્યાવાહી હાથ ધરી હતી.

બોડેલી તાલુકાના ભુરીયાકુવા ગામના કંચનભાઈ રઘાભાઈ બારીયા ખેતરે ગયા ત્યારે તેમને ખેતરના સેઢા પરના લીમડાના ઝાડની ડાળી પર એક અજાણ્યા યુવકની શર્ટથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ દેખાઇ હતી. જેથી તેઓએ સરપંચને જાણ કરતા તેઓએ બોડેલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતક યુવકના મૃતદેહને જબુગામ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...