ધોળકામાં જામફળની આવક ઘટી, ખેડૂતો વાડીઓ છોડી અન્ય ખેતી તરફ વળ્યા

Dholka News - in the dholaka the revenue of jamfal declined the farmers left the farms and shifted to other farms 062615

DivyaBhaskar News Network

Nov 17, 2019, 06:26 AM IST
રાજ્યમાં જામફળની ખેતી માટે જુદાં જુદાં વિસ્તારો પ્રખ્યાત છે. જેમાં ધોળકા પણ એક વિસ્તાર એવો છે કે જે એક સમયે જામફળની ખેતીનું કેન્દ્ર ગણવામાં આવતું હતું એક સમયે ધોળકામાં વિશાળ માત્રામાં જામફળનું ઉત્પાદન થતું હતું. હાલ રહ્યા સહ્યા ખેડૂતો પણ વર્ષ દરમિયાન કાળી મજુરી કરીને જામફળ પકવે છે. ત્યારે ઘણીવાર વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે છોડ પીળા પડી રહ્યા છે. ફળ આવતાં પહેલા જ ફાટિયાનો રોગ આવી ગયો છે.ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયાં છે. કમોસમી વરસાદ, ઠંડી-ગરમી થવાથી જામફળના ફળ પાક્યા પહેલાં જ રોગમાં સપડાઈ ગયાં છે. જેનાથી જામફળની આવકમાં ઘટાડો જોવાં મળ્યો છે.

ધોળકા શાકમાર્કેટના જામફળના વેપારી અશોકકુમાર જેન્તીભાઇ કા.પટેલના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જામફળની આવક બજારમાં ખૂબ જ ઓછી છે અને ધોળકા તાલુકાના ખેડૂતો જામફળની ખેતી કરવાનું ટાળી રહ્યા છે. અત્યારે ધોળકાના બજારમાં કેલિયાવાસણા, જલાલપુર, આંબારેલી, વટામણ અને કૌકા એમ કુલ પાંચ ગામેથી જામફળ બજારમાં વેચવા આવે છે.

અનુસંધાન પાના નં-3

જામફળ માટે જાણીતા પંથકમાં આવક જ ઘટી ગઇ છે. તસવીર માર્ગેશ મોદી

X
Dholka News - in the dholaka the revenue of jamfal declined the farmers left the farms and shifted to other farms 062615
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી