તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાટામાં ભત્રીજાએ કાકીને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઘાટા ગામે ભત્રીજાએ રીસ રાખી કાકીને લાકડાના ફટકા મારી હત્યા કરતા ચકચાર મચી છે. પાવાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

ઘાટા ગામે રાઠવા ફળિયામાં રહેતા મહેશભાઈ રાઠવા બપોરે ઘરમાં સૂઈ રહ્યા હતા દરમીયાન પત્ની દરિયાબેન ખેતરમાં હેડ પંપ પર પાણી ભરવા ગઈ હતી. પરત આવતા કુટુંબી ભત્રીજા જશવંત રાઠવાએ હાથમાં લાકડી લઇ આવી દરિયા બેન કંઈ સમજે તે પહેલા માથાના અને મોઢાના ભાગે લાકડાના ફટકા મારતા લોહી લુહાણ થઇ ત્યાં જ ફસાઈ ગઈ હતી આ વખતે સબીરાબેન અને સુગરીબેને બૂમાબૂમ કરતા પતિ સહિતના દોડી આવ્યા હતા. જશવંત હાથમાં લાકડી સાથે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત દરિયાબેનને હોસ્પિટલ લઈ જવા 108 બોલાવી હતી જ્યાં 108ના ડોક્ટર દરિયાબેનને મૃત જાહેર કરતા તેમનો મૃતદેહ પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. મૃતક દરિયાબેનના પતિ મહેશ રાઠવાએ ભત્રીજા જશવંતભાઈ નવસિંગ રાઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી દરિયાબેનનું પીએમ કરાવી હત્યારા જશવંત રાઠવાની શોધખોળ આદરી છે.5 દિવસ અગાઉ પણ પાવાગઢ નજીક આવેલ નવા ઢીકવા ગામે રૂપિયાની લેતી દેતીમાં સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખતા 5 દિવસમાં હત્યાના બે બનાવો બનતા ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું : પાવાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી

_photocaption_મૃતક દરિયાબેન*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો