તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના રાજમાં સરપંચો અધિકારીઓની જી હજુરી કરતા હતા : પુરસોત્તમ રૂપાલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મોરા ખાતે પુરષોત્તમ રૂપાલા એ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના પ્રચારાર્થે સભા ને સંબોધી હતી.મોરામાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સરપંચોને ટાંકીને નિવેદન કર્યું કે કોંગ્રેસ ના રાજમાં સરપંચો અધિકારીઓની જી હજુરી કરતા હતા જયારે મોદી સરકારે સરપંચોને પગભર બનાવ્યા છે હવે તમારો વારો છે આ બદલો તમારે નરેન્દ્ર મોદીને મત આપીને વાળવાનો છે.આ સભામાં રૂપાલાએ કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને કોંગ્રેસના ગાંધી પરિવાર અને તેમની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીને ટાંકતા રૂપાલાએ ભાજપ પાસે તો મોદી જેવા વડાપ્રધાન પદના ઉમેદવાર છે સામે વાળાને પૂછો તો ખરા કે એમનો નેતા કોણ છે ? રૂપાલા એ વધુમાં કાર્યકર્તાઓને આહવાન કરતા કહ્યું કે તમામ મતપેટીમાંથી કોંગ્રેસનો એક પણ મત નીકળવો જોઈએ નહિ ત્યારે સર્જીકલ સ્ટ્રાઇકની આ લોકો ને ખબર પડશે. બાદ ઝાલોદ રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...