તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ નગરમાં વડાપ્રધાનના “મન કી બાત ’’ કાર્યક્રમ માટે મુવાડામાં ટીવી સ્ક્રીન ગોઠવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારના દિવસે 53માં મન કી બાતનાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દેશ આખામાં ભાજપના કાર્યકરો અને લોકોએ “મન કી બાત ’’ કાર્યક્રમ પરિવાર સાથે ઘરે બેસીને તેમજ જાહેર સ્થળો પર સાંભળ્યો હતો.

ત્યારે ઝાલોદ નગરમાં મુવાડા ખાતે મોટી LED સ્ક્રીમ ગોઠવીને જાહેરમાં મન કી બાત કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. ભાજપના હોદ્દેદારો અને નગરજનોને “મન કી બાત ’’ કાર્યક્રમને નિહાળ્યો હતો.નગરમાં સૌ પ્રથમવાર જાહેરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લાના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદ નગરના મુવાડામાં એક કલાક ઉપરાંતના સમય સુધી ચાલેલા કાર્યક્રમ સાંભળવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો તથા નગરજનો જોડાતા મંત્રી જસવંતસિંહ ભભોરે આભાર વ્યક્ત કર્યો હતો.

“મન કી બાત ’’ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર,મહામંત્રી નરેન્દ્ર સોની,મુકેશ કર્ણાવટ,જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, ઝાલોદ તાલુકા પાર્ટી પ્રમુખ મુકેશ ડામોર ,બી.ડી.વાઘેલા,મહેશભાઇ ભૂરીયા,શહેર પ્રમુખ ટપૂભાઈ વસૈયા,અગ્નેશભાઈ પંચાલ અને યુવા મોરચો-મહિલા મોરચા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદમાં મુવાડા ખાતે કેન્દ્રિય મંત્રીના અધ્યક્ષતામાં “મન કી બાત ’’ કાર્યક્રમને કાર્યકરો અને નગરજનોએ સાંભળ્યો હતો. તસવીર-સરફરાજ ગુડાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો