તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસો ના આવતાં વરધરી ગામના બસ સ્ટેન્ડમાં રીક્ષા- છકડા ચાલકોને ઘી કેળાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા તાલુકાનું વરધરી ગામમાં મોટાભાગની બસો અડધો કિલોમીટર અંદર નહિ આવીને બાયપાસ પરથી જતી રહેતી હોવાથી મુસાફરોને આખરે કંટાળીને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તસવીર-વિરલ પટેલ

ભાસ્કર ન્યુઝ | વરધરી

લુણાવાડા તાલુકાનું વરધરી ગામ આવનારા સમયમાં તાલુકા બનવા જઇ રહ્યો છે, ત્યારે 8 હજારની વસ્તી ધરાવતું ગામના બસ સ્ટેન્ડમાં આસપાસના 62 ગામોના લોકો અવર જવર કરે છે ત્યારે બસ સ્ટેન્ડમાં મોટા ભાગની બસોના આવતાં છક્ડા અને રીક્ષા ચાલકને ધી કેળાં થઇ ગયા છે મોટા ભાગની બસો બાયપાસ રોડ ઉપર અડધો કિ.મી અંદર નહિ આવીને બારોબાર જતાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતાં મુસાફરોને આખરે કટાંળીને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.

જેથી એસટી તંત્રને ખોટ સહન કરવાનો વારો આવે છે. ખાનગી છકડા-રીક્ષા ચાલકો ગરીબ ગ્રામીણ પ્રજા પાસેથી મનફાવે તેવા ભાડા વસુલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...