તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરાની 3 ગ્રામ પં.માં સરપંચ સભ્ય ચૂંટણીના 18 ફોર્મ ભરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકાની પાટવેલ, ફતેપુરા, રતનપુરનેશ ગ્રામ પંચાયતોમા સરપંચ અને સભ્ય પદની ચુટણીને ગરમાવો આવેલો જોવા મળ્યો હતો. સરપંચ અને સભ્ય પદ માટે કુલ 18 ફોર્મ ભરાયા હતા. પાટવેલ ગ્રામ પંચાયતમા સરપંચ માટે આઠ મહિલા ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે. જેમા રેખાબેન ગરવાળ, મતલીબેન કટારા, મધુરીબેન ગરવાળ, લખીબેન પારગી, ચંપાબેન પારગી, અસ્મિતાબેન પારગી, ફતલીબેન પારગીનો સમાવેશ થાય છે રતનપુરનેશના વોર્ડ નબર 2 માટે બે ફોર્મ ભરાયા છે. જેમા કૈલાશબેન આમલીયાર, છાયાબેન પલાસેનો સમાવેશ થાય છે. ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7 માટે આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમા શબ્બીરભાઇ મતાદાર, રાજેશભાઇ શાહ, રફીકભાઇ ગુડાલા, વિશાલભાઇ નહાર, શરદભાઇ ઉપાધ્યાય, સાજીદભાઇ નાગુજી, મોવલીકભાઇ શાહ, ઇરફાનભાઇ ભાભોરનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર એકમા મેહુલભાઇ પરમારે માત્ર ફોર્મ ભર્યુ હતું. ફતેપુરા પંચાયતના વોર્ડ નંબર એકમા એક છ ફોર્મ ભરાતા આ વોર્ડ બિન હરિફ જાહેર થશે તેવી શકયતાઓ દેખાય છે. કેટલી પંચાયતમા કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે એતો ફોર્મ પરત ખેચાયા પછી જ સ્પષ્ટ થશે. હાલ તો વોર્ડ સરપંચની ચુટણીને લઇને તાલુકામા માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...