સાણંદના અણદેજ ગામમાં ખેડૂતે ઉઘરાણીના ત્રાસથી દવા પીધી

Sanand News - in sanand39s undeveloped village the farmer drank drugs in the face of aggression 074621

DivyaBhaskar News Network

Nov 16, 2019, 07:46 AM IST
હાલના સમયમાં પૈસાની લેતી દેતી મામલે અનેક ઝઘડા- મારામારી હત્યાના અનેક ઘટનાઓ બની છે. ત્યારે વધુ એક ઘટના સાણંદ તાલુકામાં બનવા પામી છે. સાણંદના અણદેજ ગામે ખેતી કરીને પોતના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતે બે માસ પહેલા કડીના આંબલિયારા ગામના એક ઈસમને સાણંદના ચેખલા ગામના શખ્સ પાસેથી પૈસા અપાવ્યા હતા. ચેખલાના શખ્સે ઉછીના આપેલા પૈસા કઢાવવા ખેડૂતને જાનથી મારીનાખવાની ધમકીઓ આપી ત્રાસ આપતા ખેડૂતે ખેતરમાં જઈ દવા ગટગટાવી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અણદેજ ગામે રહેતા હુસેનભાઈ જામાભાઈ મલેક (ઉ.વ.35) વર્ષ જેઓ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. બે માસ પહેલા ચેખલા ગામના યુવરાજ અખેરાજ વાઘેલા પાસેથી 7.40 લાખ રૂપિયા કડી તાલુકાના આંબલીયારાગામના હેદરભાઈ મહેમુદભાઈ મલેકને અપાવ્યા હતા. યુવરાજ વાઘેલા 7.40 લાખની જગ્યાએ 20 લાખની ઉઘરાણી કરતો હોવાની વાત હુસેનભાઈ જામાભાઈ મલેકે તેઓના પત્ની હમીદાબેન મલેકને વાત કરી હતી અને મંગળવારની રાત્રીના હમીદાબેન મલેકને પડોશમાં રહેતા આરીફભાઈ બાબુભાઈએ જણાવેલ કે હુસેનભાઈએ ખેતરમાં દવા પીધી છે અને સારવાર માટે તમારો દીકરો આમીન તથા ઇલીયાસ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી ત્યાં જઈને હમીદાબેન મલેકે આમીનને પૂછતા તેણે જણાવેલ કે મારા પપ્પાને ચેખલા ગામનો યુવરાજ અખેરાજ વાઘેલાએ મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગી કરતો હોય જેથી તેના ત્રાસથી મારા પપ્પાએ આપણા ખેતરમાં જઈ સાંજે સાત વાગે દવા પી લીધી છે. તેવી વાત હમીદાબેન મલેકને કરી હતી.આ અંગે હમીદાબેન મલેકે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

X
Sanand News - in sanand39s undeveloped village the farmer drank drugs in the face of aggression 074621

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી