તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ શહેરમાં કાકાના વાંકે ભત્રીજાનો પરિવાર જર્જરિત મકાનમાં રહી રહ્યો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં આવેલા નવાવાસમાં રહેતા અને પરિવારનું ભરણપોષણ કરતા સિનિયર સિટીઝનનું ઘર આવેલું છે. જે ત્રણ માળનું છે. જેમાં ભોયતળીયે તેઓ રહે છે. જ્યારે બીજા અને ત્રીજા માળ જે અન્ય ઇસમના કબજામાં છે. તે બહુ જર્જરિત હાલમાં થઇ જતા તેઓના પરિવારને જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

સાણંદના નવાવાસમાં રહેતા સિનિયર સિટીઝન જીતેન્દ્રભાઈ મનસુખભાઈ ગજ્જરના પરિવારની સ્થિતિ કફોડી બની છે. તેઓ જે મકાનમાં રહે છે. તે સાવ જર્જરિત હાલતમાં છે. તેઓ ઉતરાવી લેવા પણ માંગે છે. પરંતુ તેના ઉપરના બે માળ અન્ય એટલે કે તેમના કાકા જયદેવભાઈ મણીલાલ ગજ્જરના કબજામાં છે. જેથી તેઓ આ મકાન ઉતરાવી કે સમારકામ કરાવી શકતા નથી.પાલિકાએ આ મકાન ઉતરાવી લેવા બંને કબ્જા ધારકોને નોટિસ આપી છે. પરંતુ ઉપરના માળના કબજા ધારકો અહી રહેતા ન હોવાથી મકાન ઉતારવાની નોટિસ છતાં આજદિન સુધી ઉતાર્યું નથી. બીજી તરફ નીચે રહેતા જીતેન્દ્રભાઈને ના છૂટકે જોખમી મકાનમાં રહેવાની ફરજ પડી છે. તેમના પાછળના ઓરડામાં ઉપરના માળનો કેટલોક ભાગ ધસી પડ્યો હોવાથી તેઓ ઓસરીમાં રાંધી ખાવા મજબૂર બન્યા છે. પાલિકા સત્તાધીશો આ સામાન્ય પરિવારની વેદના સમજી

અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...