તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલના રાજપુરામાં એક જ બૂટલેગરને ત્યાં બે રેડમાં11 હજાર ઉપરાંતનો દારૂ જપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલોલના રાજપુરામાં એકજ બુટલેગરને ત્યા બે વખત રેડ પાડતા 11 હજાર ઉપરાંતનો દારૂ પકડાયો હતો જેમા સ્થાનિક પોલીસ રૂા.2825નો તથા ગોધરા LCB રૂા.8510નો દારૂ પકડી પતિ પત્નિ વિરૂધ્ધ પ્રોહી મુજબ ગુનો નોંધ્યો આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલ પોલીસ સણસોલી તરફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા રાજપુરમાં રહેતો બુટલેગર નરવતસિંહ ઉર્ફે ટીનો સોમસિંહ સોલંકી ઘરે દારૂનો ધંધો કરે છેની બાતમીથી રાજપુરામાં કાલોલ પોલીસે રેડ કરતા ઘરમાં એક થેલામાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 35 નંગ બોટલો જેની કિંમત રૂા.2825નાં મુદ્દામાલ સાથે બુટલેગર નરવતને ઝડપી પ્રોહીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે શનિવારે ગોધરા LCBએ કાલોલ પોલીસના ગુનામાં પકડેલા બુટલેગરને ત્યા રેડ કરતા વધુ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 56 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂા. 8510ના મુદ્દામાલ સાથે નરવતની પત્ની સરોજબેન નરવતસિંહ સોલંકીને ઝડપી પાડી હતી મદદની નરવત સહિત પતિ પત્નિ સામે પ્રોહીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમ એકજ બુટલેગરને ત્યા LCBએ કરેલ રેડ કરતા સ્થાનિક પોલીસે ઓછો જથ્થો પકડતા રેડની કામગીરીમાં સવાલ ઉઠ્યા છે. જો કે બીજી તરફ અન્ય બુટલેગરોમાં ફફડાટ પેસી ગયો છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ, પતિ પત્નિ વિરુદ્ધ પ્રોહિનો ગુનો

ગોધરા LCBએ રૂા.8510 જ્યારે સ્થાનિક પોલીસે રૂા.2825નો દારૂ પકડ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો