તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંડિયામાં યુવાન પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાના ખાંડીયા ગામના નટવરસિંહ નાનુસિંહ મકવાણાના લગ્ન દલવાડા ગામેં મોચવડિયા ફળિયામા રહેતા કાળીબેન સાથે સમાજ ના રીતરિવાજ મુજબ થયા હતા .13વર્ષ ના લગ્ન જીવન દરમિયાન વસ્તાર મા બે છોકરા પણ હતા .મંગળવાર ની રાત્રિએ 11-30વાગ્યે ઘર ના બધા જમી પરવારી સૂઈ ગયા હતા. ત્યારે નાનો છોકરો રડવા ચડતા નટવરસિંહે બૂમ પાડતા કોઈ પ્રતિસાદ ના મળતાં અને વીજળી પણ વેરણ થઈ હતી.જેથી બેટરી ચાલુ કરી ખંડમા જોતા તેણી માળિયાં ઉપર લાકડાની વળી સાથે સાડી વડે ગળાફાંસો ખાધેલો હતો અને તરફડિયાં મારી રહી હતી .આથી તાત્કાલિક સાડી કાપી નીચે ઉતારી અર્ધ જીવિત હાલતમા ખાનગી વાહનમા શહેરા સરકારી દવાખાને લાવેલા જેમા ફરજ પર નામ તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા .શહેરા પોલીસે મૃતક કાળીબેનના પતિની ફરિયાદના આધારે અકસ્માતે મોત નો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...