તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાદરપુર ગામે વીજ વાયર તૂટતાં સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વીજ વાયર તુટતા સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઇ.સદનસીબે કોઇને કોઇ ઇજા નહી.કેટલીક જગ્યાએ વીજ ઉપકરણોને નુકશાન થયાની ચર્ચા.

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે સાંજના સમયે ટાવર પાસે અચાનક જ વીજ થાંભલા પરથી વીજ વાયર તુટીને નીચે પડ્યો હતો.આ વીજ વાયર તુટતા લાઇટો ડુલ થઇ ગઇ હતી.સ્થાનિક આગેવાન ગ્રામ પંચાયત સભ્ય ભૌમિક દેસાઇએ જણાવ્યું હતું કે,”હું મોટરસાઇકલ લઇને પસાર થયો બાદ અચાનક જ વીજ વાયર તુટીને નીચે પડ્યો હતો.નીચે પડ્યો પણ કોઇને કોઇ હાની કે ઇજા થઇ નથી.બહાદરપુરના ભુપેન્દ્રભાઇ મોચીએ જણાવ્યું હતું કે અચાનક વાયર તુટ્યો હતો.આ સમયની આસપાસના સમયે અચાનક જ યાંત્રીક વીજ ઉપકરણોને નુકશાન થયું હતું.લાઇટો આવ્યા બાદ ખબર પડે કે કેટલી જગ્યાએ ક્યાં કોઇ યાંત્રીક વીજ ઉપકરણને નુકશાન થયું છે.”વીજ વાયર તુટવાના કારણે ગામમાં પણ લાઇટો ડુલ થઇ ગઇ હતી.લાઇટ ચાલુ કરવા માટે વીજ કંપનીના લાઇનમેનો દ્વારા કામાગીરી હાથ ધરવામાં આવી હતી.

કાવિઠામાં 12 કલાક વીજ પુરવઠો ખોરવાયો
શુક્રવારે સવારે આશરે નવેક વાગ્યાના સુમારે કાવિઠા ગામની લાઇટો ડુલ થઇ ગઇ હતી.આ બાબતે સ્થાનિકો દ્વારા વીજ કંપનીને જાણ કરાતા વીજ કંપનીના લાઇનમેનો દ્વારા લાઇટનો પ્રવાહ શરૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પણ તેમ છંતા રાત્રે સાડા નવ વાગ્યા પછી લાઇટો આવતા સ્થાનિકોમાં હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો