તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં પાણીની સાત ટાંકીઓ પાણી બંધ કર્યા વગર સાફ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેરને પાણી પુરુ પાડવા માટે વિવિધ વિસ્તારમાં સાત પાણીની ટાંકીઓ આવેલી છે. આ પાણીની ટાંકીઓની સાફ સફાઇ વર્ષો થઇ ન હતી. હાલ ચોમાસું દરમિયાન પીવાનુ઼ પાણી ડોહડું આવતાં ટાંકીઓમાં માટીના તેમજ બીલચીંગ પાવડર નાખવાથી તેના થર થયા હતા. નગર પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરીને ગોધરા શહેરની સાતેય પાણીની ટાંકીને સફાઇ કરવાનુ કામ સોપ્યું હતુ઼. પાલીકા દ્વારા સાતે ય વિસ્તારમાં પાણીના કાપ મુકયા વગર તમામ પાણીની ટાંકીઓ વારાફરતી સાફ કરીને નગર જનોને ચોખ્ખું પાણી ધરો સુધી પહોચાડયું હતું. જયારે કલાલ દરવાજા પાસે આવેલ પાણીની ટાંકી સાફ કરવા પાણી બહાર કાઢતાં પાઇપમાંથી આવતું પાણી દુકાનો માં ધુસ્યા હતા. જયારે પાલીકાના નાયબ.એન્જી. ભદ્રેશ પંડયા જણાવ્યું કે શહેરની સાત ટાંકીઓને પાણી બંધ કર્યા વગર સાફ સફાઇ કરીને ચોખ્ખી કરી દીધી છે.

ગોધરા શહેરની પાણીની ટાંકીની સફાય કરવામાં આવી હતી. હેમત સુથાર

અન્ય સમાચારો પણ છે...